વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 74 ટકાથી વધુ ટકા મતદાન

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 74 ટકાથી વધુ ટકા મતદાન

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં 74 ટકાથી વધુ ટકા મતદાન

Blog Article

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની બુધવાર, 13 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં જંગી 74 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર નેતા માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

બનાસ બેંકના ડિરેક્ટર અને ચૌધરી સમાજના આગેવાન માવજીભાઈ પટેલ ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે ચૂંટણી લડી રહ્યાં હોવાથી ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ પેટાચૂંટણીનું પરિમાણ 23 નવેમ્બરે જાહેર થશે. વાવ બેઠકમાં ઠાકોર સમાજના અંદાજે 83,000 મતદારો, 50,000 ચૌધરી સમુદાયના, 43,000 દલિત, 25,000 માલધારી (ઓબીસી) અને 18,000 બ્રાહ્મણ મતદારો છે.

અન્ય સાત ઉમેદવારો પણ મેદાનમાં છે, જેમાં છ અપક્ષ અને એક ભારતીય જન પરિષદના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. જૂનમાં બનાસકાંઠામાંથી લોકસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના રાજીનામા બાદ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

વિધાનસભા બેઠક પર 3.1 લાખ લાયક મતદારો છે, જેમાં 1.61 લાખ પુરૂષો અને 1.49 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.2022ની વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગઢ ગણાતી વાવ બેઠક પરથી વિપક્ષી પાર્ટીના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા.

માવજીભાઈ પટેલ ઉપરાંત ભાજપે બનાસકાંઠાના અન્ય ચાર નેતાઓને પણ સસ્પેન્ડ કર્યા હતા. તેમાં લાલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ પટેલ, દલરામભાઈ પટેલ અને જામાભાઈ પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાયા બાદ 13 નવેમ્બરે પેટાચૂંટણી જરૂરી બની હતી.

Report this page