ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર 64 ટકાથી વધુ મતદાન

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર 64 ટકાથી વધુ મતદાન

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર 64 ટકાથી વધુ મતદાન

Blog Article

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો યોજાયેલી ચૂંટણીમાં આશરે 64.86 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે. ચૂંટણીનું રિઝલ્ટ 23 નવેમ્બરે જાહેર થશે.

પ્રથમ તબક્કાના મતદાન સાથે કુલ 683 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા,  જેમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંપાઈ સોરેન અને ભૂતપૂર્વ સાંસદ ગીતા કોરાનો સમાવેશ થાય છે. ઝારખંડમાં હાલમાં જેએમએમ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે. રાજ્યમાં વિપક્ષ ભાજપ તેના આક્રમક હિંદુત્વ એજન્ડા, ઘૂસણખોરી અને વર્તમાન સરકારે કથિત ભ્રષ્ટાચારના મુદ્દે પ્રચાર કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના વડા જેપી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓએ ઘણી રેલીઓ યોજી હતી.

43 બેઠકો પર કુલ 683 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 609 પુરૂષો, 73 મહિલાઓ અને એક થર્ડ જેન્ડર વ્યક્તિ મેદાનમાં છે.પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાની પત્ની ગીતા કોડાનો જગન્નાથપુરમાં કોંગ્રેસના સોનારામ સિંકુ સાથે મુકાબલો છે.

2019ની વિધાનસભા ચૂંટણીમાં JMMએ 30 બેઠકો જીતી હતી અને ભાજપે 25 બેઠકો મેળવી હતી, જે 2014માં 37 હતી.જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને 47 બેઠકો સાથે આરામદાયક બહુમતી મળી હતી.

Report this page